
સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ
સંદેશ
સંસ્થાના આધસ્થાપક તથા સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી મોહનભાઈ હરીભાઈ પટેલનું સ્વપ્ન હતુ કે આ વિસ્તારમાં ગામડાંને કેન્દ્રમાં રાખીને ગાંધીજીની નઈ તાલીમની કેળવણી આધારીત એક ગ્રામઉચ્ચ શિક્ષણ સંસ્થા ઉભી થાય. એમની સંસ્થા નિર્માણની વિકાસ પ્રક્રિયામાં હું પણ સામેલ હતો. સૌના પ્રયત્નોથી અંતે જુન ૧૯૬૮થી સંસ્થા કાર્યરત બની. અનેક ચડતી પડતી માંથી પસાર થઈ એક નાનકડા બીજમાંથી મોટ વટવૃક્ષ સમાન અનેક સુવિધાઓથી સજજ આ સંસ્થાને નિહાળી આજે અંતરમાં આનંદ અને ઉમંગની લાગણી થાય છે.
મારા સાથી મિત્રોની હુંફ અને પ્રેરણા, સંતો–મહંતોના આશિર્વાદ તથા સંસ્થાના કાર્યકરો, વિદ્યાર્થીઓના સાથ સહકારથી સંસ્થાનો સર્વાગી વિકાસ થયો અને તેની સુવાસ ચોમેર ફેલાઈ, એ જ તેનો પરીચય બતાવે છે.
આ સંસ્થાને પોતાની ગણી તેને સુચારુ ધાટ આપી ઘડનાર તમામ હિતેચ્છુઓના પરિશ્રમરૂપી સહયોગને અત્રે ગાદ કરી બિરદાવુ છું. હજુપણ આ સંસ્થા ઉતરોતર અવિરત પ્રગતિ કરતી રહે અને સફળતાના સોપાનો સર કરી અદિતીય નામના મેળવે તેવી હદયપૂર્વક શુભકામના પાઠવું છું.
એજ આપનો
લીલાચંદભાઈ વી. પટેલ